પ્રસ્તાવના

ric

  • રાજયની તમામ કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓની મહેસુલી કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને સરકારશ્રીની પ્રવર્તમાન નિતીને અનુસરીને કરવામાં આવે તે સુનિશ્‍ચિત કરવાનો મહેસુલ તપાસણી કમિશ્‍નર કચેરીનો મુળભૂત હેતુ છે.
  • મહેસુલી કામગીરીની જીલ્‍લાઓની સમીક્ષા અર્થે દર માસે કલેકટર કોન્‍ફરન્‍સ તથા દ્વિમાસે નિવાસી અધિક કલેકટરશ્રીઓની બેઠકનું આયોજન કરી મહેસુલી કામગીરીની સમીક્ષા અને મુલ્‍યાંકન કરવામાં આવે છે.
  • વિશેષમાં રાજયની મહેસુલી કામગીરીમાં સુચારૂતા અને એકસુત્રતા માટે જરૂરી માર્ગદર્શન, મુંઝવણના નિવારણ હેતુસર માર્ગદશિકા, તાલીમ સાહિત્‍ય, પરિપત્ર સંગ્રહ અને મેન્‍યુઅલ વિગેરેનું પ્રકાશન કરવામાં આવે છે.
  • બદલતા સમય અને ટેકનોલોજીના સંદર્ભમાં મહેસુલી અધિકારીઓના જ્ઞાન વૃઘ્‍ધિ, ક્ષમતાવર્ધન, માર્ગદર્શનના હેતુથી મહેસુલી કામગીરીની ત્રુટીઓના નિવારણ માટે સેમિનાર, વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
  • તદ્ઉપરાંત રાજયમાં આવેલ મહેસુલી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીશ્રીઓ સામેની ફરીયાદો અને ગેરરીતિઓની ઝીણવટભરી તપાસ કરી કાયદાનુસાર અહેવાલ રજુ કરવાના રહે છે.

Also in this section

RIC