પ્રશ્નોત્તર

RIC

રાજય સરકારના મહેસુલ વિભાગના તા. ૮/૩/૧૯૮૫ ના ઠરાવ નં. ઇએસટી/૪ર૮૫/ર૫૩૬/બી થી મહેસુલ તપાસણી કમિશનર કચેરીની રચના કરવામાં આવેલ છે. જમીન મહેસુલને લગતો વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવા તથા રાજય સરકાર તરફથી જાહેર કરવામાં આવતાં મહેસુલી કામગીરીને લગતાં ઠરાવ/૫રિ૫ત્ર વિગેરેની અમલવારી જિલ્લા તાલુકામાં આવેલ મહેસુલી કચેરીઓ તરફથી કરવામાં આવે છે કે કેમ ? તેની ચકાસણી અને તપાસણી કરવાનું કામ આ કચેરી તરફથી કરવામાં આવે છે તથા ચુસ્ત રીતે અમલવારી કરવા સારું જરૂરી માર્ગદર્શન આ૫વામાં આવે છે.

ઉકત વિગતે આ કચેરી તરફથી રાજયની કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીઓની મહેસુલી દફતરની તપાસણીની કામગીરી તથા મહેસુલી કામ સાથે સંકળાયેલા અધિકારી/કમર્ચારીઓ વિરુઘ્ઘ થતાં આક્ષે૫ની પુર્વ પ્રાથમિક તપાસની કામગીરી કરવામાં આવે છે. તથા લેન્ડ રેવન્યુ કોડ-નિયમો અને ગણોત ઘારાની જોગવાઇઓની અમલવારીમાં થતી ત્રુટીઓ સુઘારવા જરૂરી માર્ગદર્શનના હેતુસર તપાસણી કરવામાં આવે છે.

ઉ૫રાંત આ કચેરી તરફથી તાલીમ સાહિત્ય, કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટી મેન્યુઅલ તથા ૫રિ૫ત્ર સંગ્રહ ૧ થી ૧૯ તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

નાગરિકોની સેવાઓને સ્પર્શતી કોઇ બાબતની કામગીરી આ કચેરી તરફથી કરવામાં આવતી નથી.

આ કચેરી તરફથી દર વર્ષે ર૦૬ જેટલી મહેસુલી કચેરીઓની તપાસણી અને આકસ્મિક તપાસણી કરવામાં આવે છે.

આ કચેરીના જાહેર માહિતી અઘિકારી શ્રી પ્રકાશ મોદી , નાયબ કલેકટરશ્રી(તપાસણી), મહેસુલ તપાસણી કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં. ૧૧, ૭મો માળ, સરદાર ભવન, ગાંઘીનગર છે.

આ કચેરીના પ્રથમ એપેલેટ અઘિકારી શ્રી ગુણવંત વાઘેલા, અધિક કલેકટરશ્રી(તકેદારી સેલ), મહેસુલ તપાસણી કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં. ૧૧, ૭મો માળ, સરદાર ભવન, ગાંધીનગર છે.

હોદ્દો :- મહેસૂલ તપાસણી કમિશનર, મહેસુલ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

 • વહીવટી : મહેસૂલ તપાસણી કમિશનરશ્રીને લગતા સમગ્ર વહીવટીતંત્ર ઉપર દેખરેખ / નિયંત્રણ અને માર્ગદર્શન
 • નાણાંકીય : અત્રેની કચેરીની તમામ નાણાકીય સત્તાઓ.
 • અન્‍ય : મહેસુલ વિભાગના સચિવશ્રીના હોદ્દાની રૂએ નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓ માટે ઉચ્‍ચ મહેસૂલ લાયકાત પરીક્ષાઓ, મહેસૂલ નિમ્‍ન શ્રેણી તથા ઉચ્‍ચ શ્રેણી પરીક્ષા (ગુજરાત વહીવટી સેવા સંવર્ગના તથા મામલતદાર સંવર્ગના અજમાયશી અધિકારીશ્રીઓ માટે અને ભારતીય વહીવટી સેવાના અધિકારીશ્રીઓ માટે) યોજવાની તેમજ સરકારશ્રીના મહેસૂલ વિભાગની ન, ન.૧, લ તથા બજેટ શાખાના સચિવ તરીકેની કામગીરી કરે છે.
 • ફરજો : તપાસણી, પ્રાથમિક તપાસ અને મહેસૂલ તકેદારી સેલને લગતી કામગીરી અંગે કાયદા પ્રમાણે અને સરકારની મહેસુલ વિભાગની વહીવટી સૂચનાઓ મુજબ ફરજ અદા કરવાની છે.
 

હોદ્દો :- અધિક કલેકટર (ફરિયાદ)

 • સત્તાઓ : મહેસૂલ તપાસણી કમિશનરશ્રીના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ "મહેસુલ તકેદારી સેલ" ને લગતી કામગીરી.
 • ફરજો : મહેસુલ તકેદારી સેલને લગતી કામગીરી અંગે કાયદા પ્રમાણે અને સરકારના મહેસુલ વિભાગની વહીવટી સૂચનાઓ મુજબ ફરજ અદા કરવાની છે.
 

હોદ્દો :- નાયબ કલેકટર (તપાસણી)

 • વહીવટી : મહેસૂલ તપાસણી કમિશનરશ્રીના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ તેઓ શ્રીની કામગીરીમાં મદદરૂપ તથા કચેરીના વડા તરીકેની વહીવટી કામગીરી.
 • નાણાકીય : કચેરીના નિયંત્રણ અધિકારી તરીકેની કામગીરી.
 • ફરજો : મહેસુલ તપાસણી કમિશનરશ્રીની કચેરીને લગતી કામગીરી અંગે કાયદા પ્રમાણે અને સરકારના મહેસુલ વિભાગની વહીવટી સૂચનાઓ મુજબ ફરજ અદા કરવાની છે. મામલતદાર (પ્રાથમિક તપાસ), મામલતદાર (તપાસણી) ટીમ નં. ૧, ર, ૩ અને ૪ તેમજ અન્‍ય કર્મચારીઓ ઘ્‍વારા રજૂ થતી કામગીરીની કાયદાના અર્થઘટન મુજબ ચકાસણી કરી તથા યોગ્‍ય ન હોય તો અલગ મંતવ્‍ય આપી કમિશનર અને સચિવશ્રી, મહેસુલ વિભાગના આદેશો મેળવવામાં આવે છે.
 

હોદ્દો :- મામલતદાર (પ્રાથમિક તપાસ)

 • વહીવટી : નાયબ કલેકટર(તપાસણી)ના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ તેઓશ્રીની કામગીરીમાં મદદરૂપ તથા વહીવટી શાખાના વડા તરીકેની વહીવટી કામગીરી બજાવે છે.
 • નાણાકીય : કચેરીમાં ઉપાડ અને વહેંચણી અધિકારી તરીકેની કામગીરી
 • ફરજો : મહેસૂલ તપાસણી કમિશનરશ્રીની કચેરીને લગતી કામગીરી અંગે કાયદા પ્રમાણે અને સરકારના મહેસુલ વિભાગની વહીવટી સૂચનાઓ મુજબ ફરજ અદા કરવાની છે.
 

હોદ્દો :- મામલતદાર (તપાસણી)

 • સત્તાઓ : નાયબ કલેકટર(તપાસણી)ના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ તેઓશ્રીની કામગીરીમાં મદદરૂપ તથા તપાસણી શાખાના વડા તરીકેની વહીવટી કામગીરી બજાવે છે.
 • ફરજો : મહેસૂલ તપાસણી કમિશનરશ્રીની કચેરીને લગતી કામગીરી અંગે કાયદા પ્રમાણે અને સરકારના મહેસુલ વિભાગની વહીવટી સૂચનાઓ મુજબ ફરજ અદા કરવાની છે.
 

કર્મચારીઓ :-

 • સત્તા : પોતાને સોપાયેલ દફતરની નિયમોનુસાર નોંધ મુકવા તથા તેને અનુરૂપ ફાઈલમાં મંતવ્‍ય રજુ કરવું.
 • ફરજો : પોતાના દફતરને લગતી કામગીરી નિયમાનુસાર કરવાની તથા ઉપરના અધિકારીને નિર્ણય કરવા અંગે દિશા સુચન કરવું.

Help & Support

Get help Information to important topics such as

Right to information
Feedback
Contact Details